Tapi : વૃદ્ધાને બચાવવા જતા કારની ઝાડ સાથે થઇ ટક્કર, ત્રણના મોત

Tapi : વૃદ્ધાને બચાવવા જતા કારની ઝાડ સાથે થઇ ટક્કર, ત્રણના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2024 | 3:05 PM

ગુજરાતમાં આજનો દિવસ ગોઝારો સાબીત થયો છે. રાજકોટમાં કાર પુલ પરથી નદીમાં ખાબકતા ચારના મોત થયાના સમાચાર સામે આવ્યા બાદ તાપીમાં પણ અકસ્માતમાં 3ના મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતા થયો હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો-નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગજવશે જાહેર સભાઓ, શહેરી વિસ્તારમાં કરશે રોડ શો

તાપી જિલ્લામાં એક ગમ્ખાવર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. સોનગઢના હીરાવાડી ગામ પાસે થયો એક કારને અકસ્માત નડ્યો છે. ઘટના કઇક એવી છે કે એક વૃદ્ધા પગપાળા જઇ રહ્યા હતા. જેમને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત થયુ છે.તો અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોને સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે. સોનગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">