Valsad: પારડીના પરવાસા ગામે રસ્તા પર દૂધ ઢોળી સભાસદોનો વિરોધ, ડેરી સામે લગાવ્યા આરોપ, જુઓ Video

Valsad: પારડીના પરવાસા ગામે રસ્તા પર દૂધ ઢોળી સભાસદોનો વિરોધ, ડેરી સામે લગાવ્યા આરોપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 4:46 PM

વલસાડ જિલ્લાના પારડીના પરવાસા ગામે મહિલા સંચાલિત ડેરીમાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. ડેરીમાં યોગ્ય ભાવ ન મળતા સભાસદોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે. એટલુ જ નહીં સભાસદોએ ડેરી સામે અનેક આક્ષેપ પણ કર્યા છે.

આ પણ વાંચો- Gold Price : નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યુ, 70 હજારની સપાટી કરી પાર, જુઓ Video

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામે ડેરીમાં યોગ્ય ભાવ ન મળતા સભાસદોએ રસ્તા ઉપર દૂધ ધોળી વિરોધ નોંધાવ્યો છે. પારડી તાલુકાના પરવાસા ગામ ખાતે મહિલા સંચાલિત ડેરી પર સભાસદોએ આક્ષેપ કર્યા છે. સભાસદોનો આક્ષેપ છે કે ડેરી ખાતે 25 વર્ષ જૂની બોડી ટેસ્ટર મશીનમાં ફેટ ન આવે તે માટે સેટિંગ કરવામાં આવ્યુ છે. મશીનમાં છેડછાડથી દૂધમાં માત્ર 3 ટકા જ ફેટ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારે વિવાદ બાદ આજે નવી કમિટીની રચના કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 01, 2024 04:45 PM
g clip-path="url(#clip0_868_265)">