તાપી : વાલોડમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતાં મહિલાનું મોત, ઘટનાના CCTV આવ્યા સામે

તાપી : વાલોડમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતાં મહિલાનું મોત, ઘટનાના CCTV આવ્યા સામે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 5:27 PM

તાપીના વાલોડમાં સર્જાયેલ અકસ્માતના CCTVમાં જોઈ શકાય છે કે કારની ઝડપ વધુ હોવાથી બાઇક સવાર દંપતી હવામાં ફંગોળાય છે અને ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજે છે. જો કારચાલકની ઝડપ ઓછી હોત તો અકસ્માત ન સર્જાયો હોત. જો બાઇકચાલકે પણ મુખ્યમાર્ગ પર આવતા પહેલા પાછળ જોયું હોત તો પણ અકસ્માત ન સર્જાયો હોત.

તાપીના વાલોડમાં 2 દિવસ અગાઉ સર્જાયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. CCTVમાં જોઇ શકાય છે કે ટેમ્પોચાલક સાથે રકઝક કરીને બાઇકસવાર પોતાના પરિવાર સાથે રસ્તો ઓળંગી રહ્યો છે તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કાર તેને અડફેટે લે છે. કારની ઝડપ વધુ હોવાથી બાઇક સવાર દંપતી હવામાં ફંગોળાય છે અને ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજે છે.

જો કારચાલકની ઝડપ ઓછી હોત તો અકસ્માત ન સર્જાયો હોત. જો બાઇકચાલકે પણ મુખ્યમાર્ગ પર આવતા પહેલા પાછળ જોયું હોત તો પણ અકસ્માત ન સર્જાયો હોત. પરંતુ બંને તરફે બેદરકારી દાખવવામાં આવી અને મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. વાલોડ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો તાપી વીડિયો : ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">