ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને માટે ચિંતા વધારનારું સર્જાયુ વાતાવરણ, જુઓ વીડિયો
ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યુ છે. વિસ્તારમાં સવારથી જ ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને પણ ધૂમ્મસને લઈ ભારે સમસ્યાનો સામનો સવારના અરસા દરમિયાન કરવો પડ્યો હતો. આ દરમિયાન હવે ખેડૂતો ચિંતા અનુભવી રહ્યા છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. અનેક વિસ્તારોમાં વાદળો વહેલી સવારે ઘેરાયેલા હોવાને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. રવિ સિઝનનો પાક હાલ તૈયાર છે અને હવે લણવાની શરુઆત થઈ ચૂકી છે. બટાકા અને ઘઉં સહિતના પાક તૈયાર છે, ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ
વહેલી સવારે ગાઢ ધૂમ્મસ પણ જોવા મળવાને લઈ માહોલ જ અલગ જોવા મળી રહ્યો હતો. હાઈવે પર ધૂમ્મસ જોવા મળવા સાથે શહેરી વિસ્તારમાં પણ બિલ્ડીંગો પણ ધૂમ્મસની પાછળ દેખાતા નહીં હોવાનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. નેશનલ હાઈવે પર પણ વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos