Jamnagar Video : કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં લાગી વિકરાળ આગ
જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે.
ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જામનગર-રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી છે. છેલ્લા 10 કલાકથી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે હાલ 6 ફાયર ફાઇટર કાર્યરત છે. જો કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Latest Videos