દાહોદ જિલ્લાને 300 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CMના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરના વિવિધ વિસ્તારમાં 4.71 કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવશે. આ સિવાય આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ કરાયું.
લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે દાહોદ જીલ્લાને રૂપિયા 300 કરોડથી પણ વધુના વિકાસકાર્યોની CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભેટ આપવામાં આવી છે. દાહોદના લગભગ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામા આવ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારમાં 4.71 કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવશે. આ સિવાય આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મનરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ કરાયું.
આ ઉપરાંત સીંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 20 સામુહિક શૌચાલયનું લોકાર્પણ, તો 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામુહિક કંપોસ્ટ પીટનું લોકાર્પણ તેમજ 49 લાખના ખર્ચે બનાવવામાં આવેલ 70 પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરાયું હતું.