પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારની કરી શરુઆત
પાટણ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ચંદનજી ઠાકોરે ટિકિટ મળ્યા બાદ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. આમ પાટણ બેઠક પર ભરતસિંહ અને ચંદનજી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં જ ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉંદરા ગામે ચુંટણી પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં ગામલોકોએ સભામાં ચંદનજી ઠાકોરને પાઘડી પહેરાવીને વધામણા કર્યા. મતદારો પાસે મત માંગવા આવેલ ચંદનજી ઠાકોરને સ્થાનિક લોકોએ પાઘડી પહેરાવતાં જ ચંદનજી ઠાકોર ભાવુક થયાં હતા અને પાઘડીની લાજ રાખવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો
ત્યારે હવે જેમ જેમ ચૂંટણી પ્રચાર શરુ થયો છે તેમ તેમ મતદારોનો મિજાજ પણ ચૂંટણીના માહોલને ગરમ કરી રહ્યો છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos