Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી આજે વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રચાર, જુઓ Video
આજે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી સભા સંબોધશે.તેઓ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવાના છે. તેઓ ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડનમાં જાહેરસભા કરવાના છે. ખૂબ લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે.
ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો પ્રચારમાં બરાબરનું જોર લગાવી રહ્યા છે. તો બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતના ચૂંટણી રણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરશે.આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી સભા ગજવવાના છે.
ધરમપુરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર
આજે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી સભા સંબોધશે.તેઓ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવાના છે. તેઓ ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડનમાં જાહેરસભા કરવાના છે. ખૂબ લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે. લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં પ્રિયંકાની આ પહેલી જાહેર સભા છે. વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ રહેલુ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરશે
મહત્વનું છે કે ગુજરાતના ચૂંટણી રણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવાના છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી સભા યોજશે. 28 એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાતની મુલાકાતે આવશે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ગુજરાતમાં કરશે પ્રચાર.ઉપરાંત પવન ખેરા, સુપ્રીયા શ્રિનેત સહિતના નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. કોંગ્રેસના યુવા નેતા કનૈયાકુમાર પણ ગુજરાતમાં ચૂંટણીસભા સંબોધશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો