પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણને આપી શકે છે ટિકિટ ! ફોન કરી ઉમેદવારી સૂચન કરાયાનો દાવો, જુઓ Video

પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણને આપી શકે છે ટિકિટ ! ફોન કરી ઉમેદવારી સૂચન કરાયાનો દાવો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 10:37 AM

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે.તમામ પક્ષોએ ઉમેદવારોના નામ બને તેટલા જલ્દી જાહેર કરી દેવાય તે માટે કામગીરી તેજ કરી છે. જેથી કરીને ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરુ કરી શકે, ત્યારે પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી માટે કોંગ્રેસ પાર્ટીમાંથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થશે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક માટે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ફોન આવ્યાનો દાવો કરાયો છે. ફોન દ્વારા જાણ કરી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી કરવા સૂચનનો દાવો થઇ રહ્યો છે.

આ પણ વાંચો- Rajkot : યાજ્ઞિક રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, જુઓ Video

પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવ ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. બીજી તરફ ગુલાબસિંહના નામની જાહેરાત બાદ હવે ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની ટક્કર પંચમહાલ બેઠક પર જોવા મળી શકે છે.જો કે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">