ડાંગ : ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ઉનાળાની શરૂઆતમાં લોકોના પાણી માટે વલખા, જુઓ વીડિયો
ડાંગ : ઉનાળાની હજી તો શરૂઆત છે. ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેટલાક ગામોમાં પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે. અહીંના લોકોની દયનિય હાલત જોઈને તમને પણ થશે કે આ કેવો વિકાસ છે? કે જ્યાં લોકોએ આજે પણ પીવાના પાણી માટે કલાકો ચાલવું પડે છે.
ડાંગ : ઉનાળાની હજી તો શરૂઆત છે. ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેટલાક ગામોમાં પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે. અહીંના લોકોની દયનિય હાલત જોઈને તમને પણ થશે કે આ કેવો વિકાસ છે? કે જ્યાં લોકોએ આજે પણ પીવાના પાણી માટે કલાકો ચાલવું પડે છે અને બાળકોને રડતા મૂકીને પાણી લેવા જવું પડે છે?
ડાંગ જીલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગ્વ્હાણ ગામમાં સ્થાનિકોએ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરની મહિલાઓએ તો પોતાના બાળકો તથા વૃદ્ધોને ઘરે એકલા મૂકીને દૂર દૂર પાણીની શોધમાં ભટકવું પડે છે. ગામથી 2 કિમી. દૂર આવેલા કૂવામાં પાણી તો મળે છે પણ ડહોળું પાણી પીવાલાયક જણાતું નથી.
એવું નથી કે આ ગામના લોકોએ કોઈ રજૂઆત કરી નથી. અનેકવાર આ સમસ્યા અંગે અધિકારીઓનું, આગેવાનોનું ધ્યાન દોર્યુ છે પરંતુ તેમનું કહેવું છે કે તેમની વાત સાંભળનાર કોઈ જ નથી. લોકો તો માને છે કે આ પહેલાં આશ્વાસનો તો મળ્યા છે પરંતુ તે પુરા નથી થયા.