Ahmedabad: દીકરીને ડોક્ટર બનાવવા પિતા બન્યા ચોર, ઘરઘાટી બનીને 1 કરોડની કરી ચોરી, જુઓ Video

Ahmedabad: દીકરીને ડોક્ટર બનાવવા પિતા બન્યા ચોર, ઘરઘાટી બનીને 1 કરોડની કરી ચોરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 8:26 AM

પિતાનું સપનું હોય છે કે તે જીવનમાં કંઈક કરી બતાવે અને તેનું નામ રોશન કરે, તેના માટે સારૂ અને ઉચ્ચ શિક્ષણ જરૂરી છે. પિતા પોતાના બાળકને આ શિક્ષણ મળે તે માટે તે લોન પણ લેવા તૈયાર થઈ જાય છે, પરંતુ આ લોનની ભરપાઈ કરવા એક પિતા ચોર બની ગયાનો કિસ્સો સામે આવ્યો છે.

દરેક પિતા પોતાની દીકરી અને દીકરાને સારુ શિક્ષણ અપાવીને તેને પગભર કરવા ઇચ્છતા હોય છે. જો કે વધતી જતી શિક્ષણની ફીના કારણે પિતા માટે હવે આ કામ અઘરુ બન્યુ છે. અમદાવાદમાં દીકરીને મેડિકલનો અભ્યાસ કરાવવા માટે એક પિતાએ કરોડોની ચોરી કરવી પડી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે.

દીકરીને ડોક્ટર બનાવવા પિતા બન્યો ચોર

પિતાનું સપનું હોય છે કે તે જીવનમાં કંઈક કરી બતાવે અને તેનું નામ રોશન કરે, તેના માટે સારૂ અને ઉચ્ચ શિક્ષણ જરૂરી છે. પિતા પોતાના બાળકને આ શિક્ષણ મળે તે માટે તે લોન પણ લેવા તૈયાર થઈ જાય છે, પરંતુ આ લોનની ભરપાઈ કરવા એક પિતા ચોર બની ગયાનો કિસ્સો સામે આવ્યો છે.

ક્રાઇમબ્રાંચે 7 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

અમદાવાદમાં એક પિતાએ પોતાની દીકરીને ડોકટર બનાવવા ઘરઘાટી બની ચોરી કરી અને તે પણ કોઈ નાની મોટી નહીં. એક કરોડથી વધુની ચોરી કરી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ચોરને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી રૂપિયા 6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

ચોરી કરનાર આ શખ્સનું સાચુ નામ રાજા મોન્ટુ ચૌધરી છે. તે પશ્ચિમ બંગાળથી અમદાવાદમાં રમેશ ચક્રવર્તીનું નામ ધારણ કરી આવ્યો હતો. તે સોનીનો વ્યવસાય કરી માંડ માંડ ગુજરાન ચલાવતો, પરંતુ તેનું સપનું દીકરીને ડોક્ટર બનાવવાનું હતું. તે માટે તેણે એક માસ્ટર પ્લાન બનાવ્યો અને અમદાવાદમાં એક આલિશાન ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી કરવા લાગ્યો હતો. જ્યાં વિશ્વાસ કેળવી પરિવારના સદસ્યની માફક રહેતો હતો.

મોકો મળતાજ તેણે ચોરીના પ્લાનને અંજામ આપ્યો હતો અને ડિઝિટલ લોકરમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના, કિંમતી ઘડિયાળ સહિત 1 કરોડથી વધુના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા CCTVના આધારે ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો અને રૂ.6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની દીકરીને ડોકટર બનાવવા તેને લોન લીધી હતી. જેના કારણે દેવું થઈ જતા ચોરી કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">