સુરત : પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી, જુઓ વીડિયો
સુરત : પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બારડોલી અને PIPL સહિતના ફાયર બ્રિગેડ મદદે બોલાવાયા હતા. 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં જાનહાની નોંધવા પામી નથી. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
Input Credit : Jignesh Mehta- Bardoli
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Feb 09, 2024 08:51 AM
Latest Videos