અમદાવાદઃ વિરમગામ બાયપાસ રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ લાગી, ફાયરની ટીમો સ્થળ પર

અમદાવાદઃ વિરમગામ બાયપાસ રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ લાગી, ફાયરની ટીમો સ્થળ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2024 | 4:50 PM

અમદાવાદના વિરમગામ નજીક એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે.વિરમગામ બાયપાસ રોડ પર આગને પગલે ફાયરની ટીમો સ્થળ પર પહોંચી છે, પરંતુ ભીષણ આગને કાબૂમાં લેવી મુશ્કેલી બની છે. દૂરથી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયરની ટીમો પહોંચે એ પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ.

અમદાવાદના વિરમગામ બાયપાસ રોડ પર આગની ઘટના નોંધાઈ છે. ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ પ્રસરવાને લઈ ગોટે ગોટા આકાશમાં છવાઇ ગયા છે. વિકરાળને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમો સ્થળ પર પહોંચી છે અને પાણીનો મારો શરુ કરીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. ભીષણ આગને કાબૂમાં લેવી મુશ્કેલ જણાઈ રહી છે.

આ પણ વાંચો: બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ

બહુચરાજી જવાના માર્ગ પર બાયપાસ રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. પરંતુ ભંગારનો સામાન હોવાને લઈ આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. જોત જોતામાં જ આગ વિકરાળ બની હતી અને તેને સ્થાનિકોએ કાબૂમાં રાખવી મુશ્કેલ હતુ. ફાયરની ટીમો પહોંચે એ પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 08, 2024 04:48 PM
g clip-path="url(#clip0_868_265)">