પહેલા દુષ્કર્મ પછી આપી જાનથી મારી નાખવાની ધમકી, ડાંગમાં હેવાન શિક્ષકની કરતૂતને લઈને ગ્રામજનોમાં રોષ, જુઓ Video
ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. બરમ્યાવડ ગામની પ્રા.શાળાના મુખ્ય શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકે નશો કરી વિદ્યાર્થીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગામની મહિલાઓ તથા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હેવાન શિક્ષકની કરતૂતને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. પીડિતાના પરિજનોએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની એક શાળામાં અભ્યાસ કરતી બાળકી ઉપર છાત્રાલયના ગૃહપતિ દ્વારા દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ નોંધાયાની જાણ થતાંજ આરોપી તેની પત્ની સાથે ફરાર થઈ ગયો છે.
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આહવા તાલુકાની એક છાત્રાલયના ગૃહપતિ તેની જ શાળામાં અભ્યા કરતી 14 વર્ષની સગીર વયની વિદ્યાર્થીનિને ધમકાવી ડરાવી ને બે વાર પોતાની હવસનો શિકાર બનાવ્યો. ભોગબનનાર પીડિતાને શારીરિક પીડા થતા ઘભરાયેલી તેણી એ આ વાત તેની મોટી બહેનને કરી હતી અને મોટી બહેને આ ગંભીર ગુનાની વાત પોતાની માતા ને કરતાં આખરે પીડિતાની માતા એ ગામના આગેવાનો સાથે મળીને સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પીલીસમાં ફરિયાદ નોંધાતા હવસખોર શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સમાજ અને પોલીસના ડરથી ગૃહપતિ એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી. જોકે પોલીસ તેને શોધી રહી હોય તેની જાણ થતાં આરોપી હોસ્પિટલમાંથી રજા લીધા વિના પોતાની પત્ની સાથે નાસી છૂટ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ આહવાના સર્કલ પોલીસ ઇન્સ્પેકરટ એચ.બી. બાલીયા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા ગુના હેઠળ આગળની તપાસ કરી રહ્યા છે.