દિલ્હીથી પરત ફર્યા બાદ ક્ષત્રિયોના વિરોધ અંગે પરશોત્તમ રુપાલાનું નિવેદન, કહ્યુ-મને તમામ સમાજનું સમર્થન, જુઓ Video

દિલ્હીથી પરત ફર્યા બાદ ક્ષત્રિયોના વિરોધ અંગે પરશોત્તમ રુપાલાનું નિવેદન, કહ્યુ-મને તમામ સમાજનું સમર્થન, જુઓ Video

Ronak Varma
| Edited By: | Updated on: Apr 04, 2024 | 2:32 PM

છેલ્લા ઘણા દિવસથી રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના નિવેદનને લઇને વિવાદ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધ સતત વિરોધ થઇ રહ્યા છે, ત્યારે દિલ્હીથી પરત ફરેલા પરશોત્તમ રુપાલાએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.

ગઇકાલે દિલ્હીમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેબિનેટ મંત્રી પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.પરશોત્તમ રુપાલાએ દિલ્હીથી પરત ફર્યા બાદ ક્ષત્રિય સમાજના વધતા વિરોધ મુદ્દે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યુ કે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોનું પણ સમર્થન છે. મેં મારા તમામ વિચારો રજૂ કરી દીધા છે. હવે આ વિવાદને વધુ લંબાવવાની જરૂર નથી.

આ પણ વાંચો- Ahmedabad : શેલા રોડ પર આવેલા હુક્કાબારમાં તવાઇ, સેમ્પલ જપ્ત કરી FSLમાં મોકલાયા, જુઓ Video

મહત્વનું છે કે 24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.

g clip-path="url(#clip0_868_265)">