પરશોત્તમ રૂપાલાને મળવા જતા સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા, જુઓ Video

પરશોત્તમ રૂપાલાને મળવા જતા સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 11:45 AM

રામ મોકરિયાની તબિયત લથડતાં તેમને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ મોકરિયાની તબિયત લથડવાના સમાચાર મળતા જ અમરેલીથી પરશોત્તમ રૂપાલા કે.ડી પરવાડિયા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.

ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ છે. લોકો ઉત્સાહભેર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે મતદાન વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોતમ રૂપાલાને મળવા જતા હતા ત્યારે રસ્તામાં તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, રામ મોકરિયાની તબિયત લથડતાં તેમને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ મોકરિયાની તબિયત લથડવાના સમાચાર મળતા જ અમરેલીથી પરશોત્તમ રૂપાલા કે.ડી પરવાડિયા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">