હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર સોંપાયા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર સોંપાયા

| Updated on: May 04, 2024 | 4:20 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગત 29 એપ્રિલે ધોળે દિવસે નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની હત્યા કરવામાં આવી હતી. ડબલ મર્ડર કેસમાં ડીવાયએસપી અને તેમની ટીમે હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ પર આરોપીઓને સોંપવામાં આવ્યા છે.

હિંમતનગર શહેરમાં લૂંટ વીથ મર્ડરની ઘટના ગત 29 એપ્રિલે નોંધાઈ હતી. 35 લાખ રુપિયા રોકડ અને 65 તોલા સોનાના દાગીના સહિત લાખો રુપિયાની લૂંટ થવા સાથે ડબલ મર્ડરની ઘટના નોંધાઈ હતી. હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા હત્યાનો ભેદ ઉકેલતા એક સગીર અને ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓમાં મૃતકની પુત્રવધુ અને તેના પૌત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે પૌત્રવધુ અને સોપારી જેને આપી હતી તે યુવક સહિત ત્રણ જણાને કોર્ટમાં રજૂ કરતા છ દીવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. પોલીસે મોટાભાગનો મુદ્દામાલ રીકવર કરી લેવામાં સફળતા મેળવી છે. જોકે હજુ કેટલોક મુદ્દામાલ અને અન્ય આરોપીઓની આ ઘટનામાં સંડોવણી છે કે, કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">