Valsad Video : સમયસર સભામાં ન પહોંચતા વિદ્યાર્થિનીને બાથરુમમાં વોર્ડને બંધ કરી, પોલીસ ફરિયાદ નોધાવી ન્યાયની માગ કરી
વલસાડના ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાની હોસ્ટેલની વિદ્યાર્થીને બાથરુમમાં બંધ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની સમયસર સભામાં ન પહોંચતા તેને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી.
વલસાડના ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાની હોસ્ટેલની વિદ્યાર્થીને બાથરુમમાં બંધ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની સમયસર સભામાં ન પહોંચતા તેને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી. કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે વિદ્યાર્થીનીના પરિવારે આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીની તબિયત લથડી હોવા છતા સમયસર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. હોસ્ટેલની વોર્ડનને વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરતા વિવાદ સર્જાયો છે. રાત્રે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર કરાવી પોલીસમાં ફરિયાદ કરી છે. આદિવાસી વિદ્યાર્થીની ને ન્યાય ન મળે તો રસ્તા પર ઉતરવાની ચીમકી પરિવારે આપી છે.
Latest Videos