અમદાવાદમાં પુરવઠા વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ અનોખી ઉજવણી, જુઓ Video
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી મહિલા અરજદારોના બારકોડ રેશનકાર્ડમાં સુધારા સ્થળ પર જ કરી આપીને પાલડીની પુરવઠા ઝોનલ કચેરીઓમાં કરવામાં આવી.
અમદાવાદ શહેરના પાલડી અંજલિ ઓવરબિજના છેડે આવેલ જૈન દેરાસરની સામે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની એલિસબિજ અને સરખેજ-1 ની ઝોનલ કચેરી સકુંલમાં મહિલા દિવસ નિમિતે 7 મી માર્ચના ગુરુવારે સવારે 11 કલાક થી વિશેષ રુપે મહિલા ઓ માટે કરવામા આવી.
બારકોડ રેશનકાર્ડમા જરુરી સુધારા વધારા, નામ કમી કે ઉમેરો તેમજ આયુષ્યમાન કાર્ડ માટે જરુરી ઓનલાઈન અંગ્રેજી અપડેટ સાથે પધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના હેઠળ NFSA ના ફોર્મ વિતરણ કરીને જરુરી પુરાવાઓ મેળવીને નિયમોનુસાર તેમની મજુંરી માટે આગળની કાર્યવાહી કરી હતી.
મદદનીશ પુરવઠા નિયામક સોનલ સોમાણી તેમજ ઝોનલ ઓફિસર પજ્ઞાબેન પુરોહિત અને ભગવાનભાઈ ભરવાડ તેમજ એલિસબિજ અને સરખેજ-1 ની મહિલા હેડ ક્લાર્ક તેમજ સિનિયર મહિલા ક્લાર્ક એ તમામ મહિલા ઓને ગુલાબ નું ફુલ આપી આવકારી તેઓ ને ત્વરિત કામ રેશનકાર્ડ સંબંધિત કામગીરીઓ કરી આપીને મો મીઠું કરાવીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.