દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય, કોંગ્રેસને મળ્યો એક જ મત
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે ભવ્ય વિજય થયો છે. તો બિપીન ગોતાને 66 મત મળ્યા જ્યારે કૉંગ્રેસને માત્ર એક પોતાનો મત મળ્યો હતો. આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં પણ ભાજપની ભાજપ સામેની હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું હતુ. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો.
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે ભવ્ય વિજય થયો છે. તો બિપીન ગોતાને 66 મત મળ્યા જ્યારે કૉંગ્રેસને માત્ર એક પોતાનો મત મળ્યો હતો. આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં પણ ભાજપની ભાજપ સામેની હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું હતુ. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો.
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય
ત્યારે સહકારી સંસ્થા ઈફ્કોના ડિરેક્ટર પદની આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા.
ભાજપ સામે ભાજપની જંગ
મહત્વનું છે કે 60 હજાર 324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી.
ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની આજે જીત થઈ ગઈ છે. જેમાં 182 મતો પૈકી 98 મતો સૌરાષ્ટ્રના હોવાથી રાદડિયાનું પલડું ભારી છે.