મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઇકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ કેમ દાખલ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે ઓરેવાંને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ટકોર કરી કે અહીંયા સંતાકૂકડી રમવા નથી આવ્યા, તમે દર વખતે આજ કરી રહ્યાં છો,
“પેહલા કેહવામાં આવ્યું કે MD જેલમાં છે, હવે અન્ય બહાનાબાજી કરવામાં આવી રહી છે”
મૃતકો અને પીડિતોને આપવામાં આવનારા વળતર મામલે હાઇકોર્ટ સખત નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે “સુઓમોટો અરજીની સુનાવણી છે, કંપનીને સાંભળવા બંધાયેલા નથી”, “તમારે માત્ર કોર્ટના હુકમનું પાલન કરવાનું થાય છે”, વધુમાં કોર્ટે ઉધડો લેતા જણાવ્યુ કે અત્યાર સુધી ઑરેવા કંપનીએ કોઈ સખત પગલા લીધા નથી. “આ ઘટના તમારા કારણે થઈ છે, મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર તમે છો”, “અમે SIT નો રિપોર્ટ વાચ્યો છે અને સખત બેદરકારી ધ્યાને આવી છે”, “જે રીતે સમારકામ કરવામાં આવ્યું પછી નક્કી જ હતું કે બ્રિજ તૂટશે”. આ કેસમાં હવે 26 એપ્રિલના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: રાજકોટથી રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન, કોંગ્રેસના નયનાબા જાડેજાએ કરી જાહેરાત
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો