ક્ષત્રાણી 'બહેનો' દિલ્હી જઈને નરેન્દ્ર 'ભાઈ' મોદી પાસે માંગશે રૂપાલાનું બલિદાન !

ક્ષત્રાણી ‘બહેનો’ દિલ્હી જઈને નરેન્દ્ર ‘ભાઈ’ મોદી પાસે માંગશે રૂપાલાનું બલિદાન !

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2024 | 8:15 PM

આજના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં બોલતા ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે કહ્યું હતું કે, પાંચ ક્ષત્રાણી મહિલાઓને દિલ્હી જવાની પરવાનગી આપો. મોદી સાહેબને મળવાની પરવાનગી આપો. તેમણે કહ્યું હતું કે, તમે બહેનોને જ્યારે મારી જરૂર હોય, ત્યારે આ ભાઈ હાજર છે.

લોકસભાની રાજકોટ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાદ પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે, આજે ઉત્તર ગુજરાતના પાટણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું છે. આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે, પાંચેક જેટલી ક્ષત્રિય મહિલાઓને દિલ્હી જવા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પાસે મદદ માંગવાની પરવાનગી આપવા ક્ષત્રિય સંકલન સમિતિને અરજ કરી હતી.

આજના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં બોલતા ક્ષત્રિય મહિલા આગેવાન દશરથબા પરમારે કહ્યું હતું કે, પાંચ ક્ષત્રાણી મહિલાઓને દિલ્હી જવાની પરવાનગી આપો. મોદી સાહેબને મળવાની પરવાનગી આપો. તેમણે કહ્યું હતું કે, તમે બહેનોને જ્યારે મારી જરૂર હોય, ત્યારે આ ભાઈ હાજર છે. ત્યારે આ ભાઈ પાસે અમે પાંચ બહેનો વાત કરીને જઈશું. અને આપણી વાત રજૂ કરીશું. અમે આપની પરવાનગીની રાહ જોઈ રહ્યાં છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ અઘટિત ટિપ્પણી બાદ, સૌ પહેલા રાજકોટ અને ત્યાર બાદ રાજ્યના વિવિધ પ્રાંતમાં ક્ષત્રિય સંમેલન યોજાયા હતા. જેમાં એક જ માંગણી કરવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટીએ, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવી જોઈએ.

Published on: Apr 10, 2024 07:15 PM
g clip-path="url(#clip0_868_265)">