Surendranagar: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ, પૂતળાદહન કરી વિરોધ દર્શાવ્યો, જુઓ Video
છેલ્લા કેટલાય દિવસે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદ કોઈરીતે તે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું હતું.
છેલ્લા કેટલાય દિવસથી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદ કોઈરીતે તે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી છે કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે.
આ પણ વાંચો-Gujarat Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ, જુઓ Video
ક્ષત્રિય સમાજે જો નહીં બદલવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 અગ્રણીઓ સામે નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. IPC 143, 149, 135 સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરાયો છે.