Porbandar Video: અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, તમિલનાડુથી શ્રીલંકા લઈ જવાતો હોવાની શક્યતા
પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ 3100 કિલો ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સનો જંગી જથ્થો તમિલનાડુ પહોંચાડવાનો હોવાનો ખુલાસો થયો છે. બોટમાં સવાર 5 ઈરાની મેમ્બરની પૂછપરછ કરતા આ ખુલાસો થયો છે.
પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ 3100 કિલો ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સનો જંગી જથ્થો તમિલનાડુ પહોંચાડવાનો હોવાનો ખુલાસો થયો છે. બોટમાં સવાર 5 ઈરાની મેમ્બરની પૂછપરછ કરતા આ ખુલાસો થયો છે. ડ્રગ્સ અફઘાનિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. ઈરાનની જેટી પર ગતિવિધિ થઈ હતી કે નહીં તેની આગામી સમયમાં તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનો જંગી જથ્થો તમિલનાડુથી શ્રીલંકા લઈ જવાતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ આ અગાઉ પણ મોટા જથ્થામાં નશાકારક પદાર્થ ઝડપાયો હતો. ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયુ હતુ.ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ હતુ. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવી હતી.
Latest Videos