Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો, 1 એપ્રિલથી વાહનચાલકોએ ચૂકવવા પડશે વધુ નાણા, જુઓ Video
દાહોદ જિલ્લામાં આવેલા લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હવે પહેલી એપ્રિલથી વાહનચાલકોએ ટોલબુથ પર વધુ નાણા ચુકવવા પડશે. કાર, બસ અને લોડિંગ ટ્રકના ટેક્સમાં અલગ અલગ ભાવ વધારવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લામાં લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં વધારો થયો છે. કારમાં રૂપિયા 5 અને ST બસમાં રૂપિયા 12નો વધારો થશે. તો લોડિંગ ટ્રકોમાં રૂ.15 થી 20નો વધારો ઝીંકવામાં આવશે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લોકોનો આક્ષેપ છે કે એક તરફ રસ્તાઓ પરના ખાડાના કારણે વાહનચાલકોને વારંવાર હાલાકી સહન કરવી પડે છે, બીજી તરફ અસુવિધા છતા ટોલબુથ પરના ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી વાહનચાલકોને આ મોટો બોજ સહન કરવાનો વારો આવશે.
(With Input-Pritesh Panchal)
Published on: Mar 28, 2024 11:47 AM
Latest Videos