કેરી રસિકો માટે માઠા સમાચાર,10 કિલો કેરીના બોક્સની કિંમત રુપિયા 1500 સુધી પહોંચી, જુઓ-VIDEO
કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીનો ભાવ 800થી 1500 સુધી બોલાઈ રહ્યો છે. આ સાથે કેરીનો પાક 50થી 60 ટકા થયો હોવાથી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે પણ આ સાથે કેરીના રસીયાઓને કેરી ખાવી મોંઘી પડી શકે છે.
કેરી રસિકો માટે આ વખતે માઠા સમાચાર સામે આવ્યા છે કારણ કે આ વખતે કેરી ખાવી મોંઘી બની ગઈ છે. કેરીનો ભાવ આ વખતે આસમાને પહોંચતા 10 કિલો કેરીના બોક્સનીં કિંમત રુપિયા 1500 બોલાઇ રહી છે.
કેરીના ભાવ આસમાને
જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેરીના બોક્સની આવક 12 હજારથી વધુ નોંધાઇ છે,અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે,ત્યારે જો વરસાદ મોડો પડશે તો હજુ પણ કેરીના ભાવ વધે તેવી શક્યતા વર્તાઇ રહી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી હોવાથી માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ધસારો પણ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ આ વખતે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીનો ભાવ 800થી 1500 સુધી બોલાઈ રહ્યો છે. આ સાથે કેરીનો પાક 50થી 60 ટકા થયો હોવાથી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે પણ આ સાથે કેરીના રસીયાઓને કેરી ખાવી મોંઘી પડી શકે છે.
કેસર કેરી મોંઘી બની
ત્યારે કેસર કેરીના ભાવ આ વર્ષે વધારો જોવા મળે છે જેમાં 5 કિલો કેસર કેરીનો ભાવ 500થી 700 રુપિયા તો 10 કિલોનો ભાવ 1500 સુધી પહોંચી ગયો છે. આ સાથે કેસર કેરીનું ઉત્પાદન પણ આ વર્ષે 40 ટકા જેટલુ થયું છે. ત્યારે કેરી ખાનારામ માટે કેસર કેરી મોંઘી પડી રહી છે.