Unseasonal Rain : ભર ઉનાળે અરવલ્લીમાં પડ્યા કરા, ઠંડર સ્ટ્રોમની અસર જોવા મળી, ખેડૂતો પાકને લઇને ચિંતામાં મુકાયા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમા અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં તો કરા પડ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને તેમનો પાક બગડવાના કારણે નુકસાન થવાની ભીતિ છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. મઉં, લીલછા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આમ તો ભર ઉનાળે માવઠું થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ગઇકાલ સવારથી જ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાયા બાદ અંતે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાક બગડવાની ચિંતા છે.
Latest Videos