મહેસાણામાં કોણ હશે ઉમેદવાર, ભાજપ-કોંગ્રેસની શું છે કવાયત? જાણો

મહેસાણામાં કોણ હશે ઉમેદવાર, ભાજપ-કોંગ્રેસની શું છે કવાયત? જાણો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 10:12 PM

2024 લોકસભા ચુંટણી હવે ભાજપ જાણે જીતની ચિંતા નહિ પણ હવે લીડ માટે મથી રહ્યું છે. એટલે કે ભાજપ ને હવે જીતની ચિંતા નથી પણ વધુ લીડ જોઈએ છે. વધુ લીડ લાવી પોતાની જ્વલંત જીત બતાવવા ભાજપ મથી રહ્યું છે. શું આ ભાજપનો ઓવર કન્ફ્યુઝન તો નથી ને !? શા માટે હવે ભાજપને હારવાની ચિંતા જ નથી, શા માટે ભાજપને જીતનો વિશ્વાસ છે પણ લીડ વધારવી છે ! મહેસાણા ભાજપ પણ આ દિશામાં જ આગળ વધી રહ્યું છે.

મહેસાણા ભાજપને હવે હારનો ડર નથી પણ લીડ વધારવી છે. આ નિવેદન છે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનું. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરએ નિવેદન કર્યું હતું કે, હવે જીતીશું તો ખરા અમારે જીતવા માટે નથી લડવાનું, અમારે તો લીડ વધુ જોઈએ છે. આ નિવેદનને ઓવર કોનફ્યુજન કહેવું કે, પછી ચારેય તરફ ભાજપનો ભરતી મેળો અને ભાજપની વિકાસ યાત્રા !

પ્રદેશ ભાજપ સી આર પાટિલે જ્યારથી દરેક બેઠક પર 5 લાખથી વધુ લીડની આશા વ્યક્ત કરી છે. ત્યાર થી મહેસાણા જિલ્લા ભાજપ પણ હવે જીતની વાત નહિ પણ લીડની વાત કરી રહ્યું છે. એટલે કે મહેસાણા બેઠક પર ભાજપનો આ વિશ્વાસ વધેલો જોવા મળ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ 4 મહિના પહેલા જ ભાજપે 1872 બુથ સમિતિ તૈયાર કરી દીધી છે. યોજનામાં ઇન્ચાર્જ બનાવી ફોન પર વેરીફીકેશન કોડ લઈને ભાજપ દ્વારા બુથ પર 14 લોકોની ટીમ ખડકી દેવાઈ છે. બુથ જીતા તો ચુનાવ જીતાનું માઇક્રો પ્લાનિંગ સાથે મહેસાણા ભાજપ માઇક્રો પ્લાનિંગ થી આગળ વધી રહ્યું છે.

કોંગ્રેસનો શું છે દાવો? જાણો

એક તરફ ભાજપ હારવાની કોઈ પણ ચિંતા રાખ્યા વગર સીધી લીડ વધુ લાવવાની વાત કરી રહ્યું છે. તો બીજી તરફ મહેસાણા કોંગ્રેસ સંગઠન મજબૂત હોવાની અને કસાયેલા કાર્યકરો સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતારી જીત માટે દાવો કરી રહ્યું છે . મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નિવેદન મુજબ કોંગ્રેસ દ્વારા અત્યાર થી સૌથી વધુ obc સમાજ સહિત સર્વે સમાજને સાથે લઈને આગળ લઈને વધવા હાંકલ કરાઈ રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીના જણાવ્યા મુજબ કોંગ્રેસે પણ જિલ્લામાં ચુંટણી પૂર્વે BLA 1 અને 2 ની 1800 બુથ પર કામગીરી પૂર્ણ કરી ચુંટણી જંગમાં ઉતરવાનો દાવો કરી રહી છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા

એક તરફ તૂટતું કોંગ્રેસ તો બીજી તરફ ભાજપનું માઇક્રો પ્લાનિંગ. ભાજપ પોતાના માઇક્રો પ્લાનિંગ સાથે હવે જીતના વિશ્વાસની સાથે સીધી લીડની વાતો કરે છે. દરેક ચુંટણીમાં અમે જીતીશું, અમે જ જીતીશું, ના નારા લગાવતી પાર્ટી હવે અમે વધુ લીડ લાવીશું ના નારા સાથે આગળ વધી રહી છે. એટલે કે, ગત બે લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં સર્વત્ર બેઠકો જીત મેળવ્યા બાદ હવે ભાજપનો આત્મવિશ્વાસ એટલે પહોંચી ગયો છે કે, હવે જીત નહિ પણ લીડ વધારવા ભાજપ મથી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 20, 2024 10:12 PM
g clip-path="url(#clip0_868_265)">