Chhota udepur : પાનેજ ગામના યુવકની આત્મહત્યા મામલે પરિવારજનોનો હોબાળો, મૃતદેહ લઇ પોલીસ મથક પહોંચ્યા, જુઓ Video

Chhota udepur : પાનેજ ગામના યુવકની આત્મહત્યા મામલે પરિવારજનોનો હોબાળો, મૃતદેહ લઇ પોલીસ મથક પહોંચ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 9:26 AM

પાનેજ ગામનો 18 વર્ષીય યુવક છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતો, પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા.આખરે હાલોલ નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે પછી મૃતકના પરિવારજનો મૃતદેહ લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના પાનેજ ગામના યુવકની આત્મહત્યા કરવા મામલે પરિવારજનોએ અનેક આક્ષેપ કર્યા છે. યુવક જે સ્થળે નોકરી કરતો હતો, ત્યાંના માલિકે નુકસાનીની ભરપાઇ માટે દબાણ કરતા યુવક તણાવમાં હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. સાથે જ પોલીસ ફરિયાદ નોંધી ન્યાય આપવાની માગ કરી રહ્યા છે.

પાનેજ ગામનો 18 વર્ષીય યુવક છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતો, પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા.આખરે હાલોલ નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે પછી મૃતકના પરિવારજનો મૃતદેહ લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

આ પણ વાંચો-રાજકોટમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર, જલદીથી જાણી લો ઘર ખરીદીની છેલ્લી તારીખ

પોલીસને જાણ કરાઇ હોવા છતા યુવકની શોધખોળ ન કર્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પરિવારજનોએ યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાંના માલિક પર આક્ષેપ લગાવ્યો છે કે યુવક નોકરી કરતો હતો ત્યાં તેના દ્વારા નુકસાન થયુ હતું, જેથી માલિક નુકસાની વસુલવા દબાણ કરતો હતો. માલિકે યુવકનું બાઇક પણ પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. માલિક સામે ગુનો નોંધવા મૃતકના પરિજનોએ માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">