MLA કિરીટ પટેલનો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ, શું કહ્યું? સાંભળો

MLA કિરીટ પટેલનો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ, શું કહ્યું? સાંભળો

| Updated on: Mar 18, 2024 | 9:31 AM

લોકસભાની ચૂંટણીને લઈ હવે માહોલ પ્રચારનો જામવાની શરુઆત થઇ ચૂકી છે. કેટલીક બેઠકો પર ઉમેદવારો પણ જાહેર થઇ ચૂક્યા છે. આ દરમિયાન પાટણમાં કોંગ્રેસ પક્ષની જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી. જ્યાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઇની પર કટાક્ષ કર્યો હતો.

પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર થયા નથી. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. આ દરમિયાન પાટણ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ હતી અને જેમાં પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કર્યો હતો.

આ પણ વાંચો: પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ

કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, અહીં બે લોકોને ભામાશા કહેવામાં આવે છે. પરંતુ હું જાહેરમાં કહુ છું કે મારી પાસે રુપિયા લેવા માટે આવવું નહીં. જ્યારે આ બંને ભામાશાઓ તૂટી પડે છે અને લ્યો લઇ જાઓ પાંચ લાખ, લ્યો લઇ જાઓ એક લાખ તોય હારી ગયા. એટલે જ કહું છું કે, ચૂંટણી ભામાશા થઇ લડાતી નથી, ચૂંટણી મેનેજમેન્ટથી લડાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Mar 18, 2024 09:30 AM
g clip-path="url(#clip0_868_265)">