Kheda : નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક, 30થી વધુ લોકોને શ્વાન કરડ્યા, જુઓ Video

Kheda : નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક, 30થી વધુ લોકોને શ્વાન કરડ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2024 | 1:07 PM

ખેડા જિલ્લાના નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. નડિયાદમાં લગભગ 30થી વધુ લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. નડિયાદમાં લગભગ 30થી વધુ લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- મહેસાણાઃ પામોલ દૂધમંડળીમાં દૂધ ઉત્પાદકોનો હંગામો, પશુઆહાર પર લેવાતા હતા વધુ પૈસા

રખડતા ઢોરની સાથે ગુજરાતમાં હવે જાણે રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. એક પછી એક શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે. નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની લાગી લાઈન લાગેલી જોવા મળી હતી. નડિયાદમાં રખડતા શ્વાનના આતંકને કારણે સ્થાનિકો ભયભીત જોવા મળી રહ્યા છે. શારદા મંદિર રોડ, ઝલક રિંગ રોડ, શાક માર્કેટ, સંતરામ રોડ, વીકેવી રોડ, વાણીયાવાડ વિસ્તાર, કિડની હોસ્પિટલ વિસ્તારમાં શ્વાને બચકા ભર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">