પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી, ટ્રક ડ્રાઈવર ફરાર, 23 લાખનો મુદ્દામાલ જપ્ત, જુઓ વીડિયો
પંચમહાલમાં પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા-ગોધરા હાઈવે નજીક ટ્રક પર ડાક પાર્સલ અને એર કુરિયરનું લખાણ લખી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રૂપિયા 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. ત્યારે સામે પોલીસ પણ એટલી સતર્ક છે, જેથી અવારનવાર બુટલેગરોના દારૂ ઘુસાડવાના મનસૂબાને નાકામયાબ કરે છે. આવી જ એક ઘટના પંચમહાલમાં સામે આવી છે. પંચમહાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, પંચમહાલમાં પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા-ગોધરા હાઈવે નજીક ટ્રક પર ડાક પાર્સલ અને એર કુરિયરનું લખાણ લખી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રૂપિયા 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
Latest Videos