Panchmahal : NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ શરુ કરશે તપાસનો ધમધમાટ, જુઓ Video
પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
સમગ્ર મામલે તપાસનો ધમધમાટ
ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે, આ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થશે. સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પરશુરામના સંબંધી અગાઉ પેપરલીક કાંડમાં સંડોવાયેલા હતા. તપાસમાં આ મોટો ખુલાસો થતાં હવે સમગ્ર કૌભાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ ન હોવાનો દાવો
તો ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ છે, પરશુરામ રોય નહીં. આ દાવો પરશુરામ રોયના વકીલે કર્યો છે. વકીલ હિતેશ ગુપ્તાનો દાવો છે કે તુષાર ભટ્ટે ખોટી રીતે પરશુરામ પાસેથી યાદી મેળવી અને ષડયંત્રને અંજામ આપ્યો. દાવો એ પણ છે કે પરશુરામ રોયે એકપણ ઉમેદવાર પાસેથી રૂપિયા નથી લીધા, તેઓએ 10 લાખ રૂપિયા પડાવતો હોવાની વાતને પણ રદીયો આપ્યો. તો પરશુરામના સંબંધીની સંડોવણી મુદ્દે પણ તેઓએ સ્પષ્ટતા કરી.
એક તરફ સરકારી વકીલનો દાવો છે કે આરીફ વોરા મહોરૂ છે, તો બીજી તરફ પરશુરામ રોય નિર્દોષ હોવાનો વકીલ બચાવ કરી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે તુષાર ભટ્ટ ક્યાં છે. ક્યારે પકડાશે ચોરીકાંડનો માસ્ટર માઇન્ડ..?