અમદાવાદ વીડિયો : SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયો યુવક, પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી

અમદાવાદ વીડિયો : SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયો યુવક, પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી

yunus.gazi
| Edited By: | Updated on: Feb 12, 2024 | 5:04 PM

અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો હતો. કતાર એરવેઝની ફ્લાઈટમાં યુવક યુએસથી અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો હતો. કતાર એરવેઝની ફ્લાઈટમાં યુવક યુએસથી અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં નરહરી પટેલ નામનાં યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. મોહમદ વાસીદ ગોરીના નામના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. ઈમિગ્રેશન વિભાગે અમેરિકાથી અમદાવાદ આવેલા પંકજ પટેલને નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. 50 વર્ષીય આરોપી મૂળ કડીના ઝુલાસણનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ.કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">