Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી, લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી, જુઓ Video
ચૂંટણી ટાણે ઉમેદવાર મત મેળવવા માટે મતદારોને રીઝવતા વાયદા આપે છે તો બીજી તરફ વાયદા પુરા ન થતા અકળાયેલા મતદારો પણ પ્રચારમાં આવતા નેતાનો ક્લાસ લેવા તૈયાર હોય છે.
ચૂંટણી ટાણે ઉમેદવાર મત મેળવવા માટે મતદારોને રીઝવતા વાયદા આપે છે તો બીજી તરફ વાયદા પુરા ન થતા અકળાયેલા મતદારો પણ પ્રચારમાં આવતા નેતાનો ક્લાસ લેવા તૈયાર હોય છે.
સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના બાળા ગામે મહિલાઓ પાણી માટે રણચંડી બની છે. તેમણે ચુંટણીના બહિષ્કારની ચીમકી આપી છે અને પ્રચાર માટે નેતાઓને પણ ગામમાં આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પાંચ થી સાત હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં તળાવને ભરવાની અનેક રજૂઆતો છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું. તળાવમાં પુરતુ પાણી ન હોવાને કારણે તેમાં ગંદકી અને લીલના થર જામ્યા છે. માણસો તો ઠીક પશુઓ પણ તળાવનું પાણી પીતા નથી.
ટ્રેક્ટરો ભરી ભરીને ગામની મહિલાઓએ કલેકટર તથા મામલતદાર કચેરીએ જઇને અસંખ્ય રજૂઆત કરી. પંચાયતની કચેરીમાં તલાટી સામે પાણી આપોના પોકાર સાથે મહિલાઓએ ધરણાં પણ કર્યા હતા. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. હાલ તો ગામની મહિલાઓએ પાણી નહિ તો મત નહિ નું સુત્ર અપનાવી અગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.