હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, અજાણ્યા શખ્શો ડબલ મર્ડરને આપ્યો અંજામ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, અજાણ્યા શખ્શો ડબલ મર્ડરને આપ્યો અંજામ

| Updated on: Apr 30, 2024 | 5:54 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની પત્નિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના રામનગર વિસ્તારના દંપતિની પર અજાણ્યા શખ્શોએ હુમલો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ડબલ મર્ડરની ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમો સ્થળ પર દોડી જઈને તપાસ શરુ કરી હતી. પોલીસે […]

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની પત્નિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના રામનગર વિસ્તારના દંપતિની પર અજાણ્યા શખ્શોએ હુમલો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

ડબલ મર્ડરની ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમો સ્થળ પર દોડી જઈને તપાસ શરુ કરી હતી. પોલીસે એફએસએલ સહિતની ટીમોને બોલાવીને હત્યારાઓની ઓળખ કરવા માટે કડીઓ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. એલસીબી અને એસઓજી સહિતની ટીમો દ્વારા હત્યારાઓને શોધવા માટે તપાસ શરુ કરવામાં આવી છે. પીએમ મોદી હિંમતનગરમાં ચૂંટણી સભા યોજવાના છે. આ પહેલા જ ડબલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ ટીમોમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">