ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભાવનગર અને ડાંગમાં થઇ મેઘમહેર, જુઓ Video

ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભાવનગર અને ડાંગમાં થઇ મેઘમહેર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 9:18 AM

હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા દર્શાવી છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે.

ગુજરાતમાં હજુ શિયાળાએ વિદાય લીધી નથી, ત્યાં બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ભાવનગર, ડાંગ સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગરમાં વરસ્યો વરસાદ

ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો છે. અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે. વરસાદ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

ડાંગમાં પણ થઇ મેઘમહેર

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આહવા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા દર્શાવી છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં મધ્યથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવાઇ છે.

સૌરાષ્ટ્ર-કચ્છને લઇને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.કે સમગ્ર કચ્છ જિલ્લામાં 2 માર્ચે કમોસમી વરસાદ પડશે. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ પડશે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">