બોટાદ વીડિયો : લો બોલો, ગઢડા પોલીસ મથક પાસે આવેલા SBIના ATMમાંથી 36 લાખથી વધુની ચોરી
બોટાદના ગઢડા પોલીસ મથક પાસે આવેલા ATMમાં રૂ.36 લાખથી વધુની ચોરી થઈ છે. જે મોડી રાત્રે તસ્કરો SBIના ATMમાં હાથફેરો કરી ગયા હોવાની ઘટના બની છે. ચોર શટરના તાળા તોડીને ગેસ કટરથી ATM કાપીને ચોરી કરી હતી.
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના બોટાદમાં બની છે. બોટાદના ગઢડા પોલીસ મથક પાસે આવેલા ATMમાં રૂ.36 લાખથી વધુની ચોરી થઈ છે. જે મોડી રાત્રે તસ્કરો SBIના ATMમાં હાથફેરો કરી ગયા હોવાની ઘટના બની છે.ચોર શટરના તાળા તોડીને ગેસ કટરથી ATM કાપીને ચોરી કરી હતી.
તસ્કરો ATMમાં રહેલ CCTVનું DVR પણ લઈને ફરાર થયા છે.જેની જાણ થતા બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ATMમાં થયેલ ચોરીની ઘટનાને લઈને SP, DySP, LCB ઘટનાસ્થળે પહોંચ્યા હતા.અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે મુખ્ય રસ્તા પર આવેલા CCTVની ચકાસણી હાથ ધરી છે. બીજી તરફ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.
Latest Videos