કાજલબેનને બોલવાનું ભાન નથી, આગામી સમયમાં અમે વિરોધ કરીશું: લાલજી પટેલ
પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્થાની સામે SPGએ વિરોધ નોંધાવ્યો છે. લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્થાનીના નિવેદનની ટિકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરવામાં આવશે
પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની સામે SPGએ વિરોધ નોંધાવ્યો છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે કાજલ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે, કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે તો તેમણે વિચારીને બોલવું જોઈએ. જાહેરમાં તેઓ દીકરીઓને બચાવવાની વાત કરતા હોય અને આ પ્રકારની ટિપ્પણી કરે તે યોગ્ય નથી.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંતરિયાળ વિસ્તારમાં મતદાન કેન્દ્રો માટે ‘શેડો એરિયા’ સમસ્યા મોટો પડકાર
લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનની ટિકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરવામાં આવશે. કાજલ કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની કોલેજને લઈ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કર્યુ હતુ અને જેને લઈ સમાજમાં રોષ પેદા થયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 18, 2024 05:30 PM
Latest Videos