Video : શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું દરેક વિદ્યાર્થી 100માંથી 100 લાવે

Video : શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું દરેક વિદ્યાર્થી 100માંથી 100 લાવે

Baldev Suthar
| Edited By: | Updated on: May 09, 2024 | 2:07 PM

ગુજરાત વિજ્ઞાન પ્રવાહનું 82.5 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91. 93 ટકા આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના ઝળહળતું પરિણામ જોઈને ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આજે આખરે પરિણામ જાહેર થઈ જતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ત્યારે ગુજરાત વિજ્ઞાન પ્રવાહનું 82.5 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91. 93 ટકા આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના ઝળહળતું પરિણામ જોઈને ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

શિક્ષણ મંત્રી એ વિદ્યાર્થીઓને પાઠવી શુભકામના

શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓનું પરિણામ ખુબ જ સારું આવ્યું છે આ સાથે મોદી સરકારની નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પરિક્ષા પદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વિદ્યાર્થીઓની પાઠ્યપુસ્તકના પ્રશ્નો અને સિલેબસ બનાવ્યો. તેમજે વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી પણ દરેક વિદ્યાર્થીઓ સારું માર્ગદર્શન મળ્યું છે જેના આધારે વિદ્યાર્થીઓનું સારુ પરિણામ આવ્યું છે. આ સાથે દરેક શાળાઓ અને વિદ્યાર્થીઓ 100 માર્કસ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત સામાન્ય અને સાયન્સ પ્રવાહનું આજે એક સાથે પરિણામ જાહેર થયું છે જેમાં આ વખતે પહેલા કરતા ઘણુ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ પણ ખુશ છે.

 

Published on: May 09, 2024 02:05 PM
g clip-path="url(#clip0_868_265)">