મહીસાગર : બસના અભાવે હાલાકી, ભાદરોડમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ST બસો રોકી નોંધાવ્યો વિરોધ

મહીસાગર : બસના અભાવે હાલાકી, ભાદરોડમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ST બસો રોકી નોંધાવ્યો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2024 | 5:35 PM

મહીસાગરમાં લોકોએ બસને રોકીને વિરોધ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તો ઓછી બસ અને મુસાફરો વધારે હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. રૂટ પર પૂરતી ST બસ મૂકવા વિધાર્થીઓ અને લોકોએ ઉગ્ર માગ કરી છે.

મહીસાગરના ભાદરોડમાં રૂટ પર ઓછી બસ હોવાના કારણે હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે બસમાં જગ્યા ન રહેતા ડ્રાઇવરો ઉભી ન રાખતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ST બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ સમસ્યાનું ઝડપથી નિરાકારણ આવે તેવી લોકોની માગ છે.

બીજી તરફ લોકોએ બસને રોકીને વિરોધ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તો ઓછી બસ અને મુસાફરો વધારે હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. રૂટ પર પૂરતી ST બસ મૂકવા વિધાર્થીઓ અને લોકોએ ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચો સરદાર પટેલની પ્રતિમા ટ્રેક્ટરથી તોડી પાડવાની ઘટના મામલે હિંમતનગરમાં આવેદન પત્ર

g clip-path="url(#clip0_868_265)">