મતદાન કરો..મીઠાઈ અને ફરસાણ પર મેળવો 7 ટકા ડિસ્કાઉન્ટ, મતદાન વધારવા નવતર પ્રયોગ, જુઓ Video
અમદાવાદ શહેરના માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશને મીઠાઈ સહિત ફરસાણ પણ આવતી કાલ માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે કે આવતી કાલે મતદાન કરો અને અમદાવાદની મીઠાઈ અને ફરસાણની દુકાનો પરથી 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ભાવતી વસ્તુ ખરીદો.
લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે અનેક પાર્ટીઓ મતદારોને વધુને વધુ વોટ કરે તે માટે અપીલ કરી એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે સાથે હવે આવતીકાલે થવા જઈ રહેલા મતદાનમાં લોકો વધુને વધુ વોટિંગ કરે તે માટે હવે અમદાવાદમાં નવતર પ્રયાસ હાથ ધરાયો છે.
અમદાવાદ શહેરના માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશને મીઠાઈ સહિત ફરસાણ પણ આવતીકાલ માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે કે આવતીકાલે મતદાન કરો અને અમદાવાદની મીઠાઈ અને ફરસાણની દુકાનો પરથી 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ભાવતી વસ્તુ ખરીદો.
400થી વધુ દુકાનો પર મીઠાઈ અને ફરસાણ પર 7 ટકા ડિસ્કાઉન્ટ
ઉલ્લેખનીય છે કે શહેરમાં એસોસિએશન સાથે 400થી વધુ વેપારીઓ જોડાયેલા છે. આ તમામ દુકાનો પર મતદાન કરનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે.ત્યારે આવતીકાલે મતદાન કરીને તમે શહેરના માવા-મીઠાઇ ફરસાણ દુકાનમાંથી મીઠાઇ સહિત ફરસાણની આઇટમ પર 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમારી મનપસંદ મીઠાઈ કે ફરસાણ ખરીદી શકો છો.
મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે નવતર પ્રયોગ
ગુજરાતભરમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે અમદાવાદના માવા-મીઠાઈ અને ફરસાણા એસોસિએશન ધ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લોકસાહીનો પર્વ એટલે લોકસભા ચૂંટણી જેને લઈને ગુજરાતમાં અગાઉથી તૈયારીઓ ચાલી રહી છે