Anand: આંકલાવની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા, પોક્સો એકટ હેઠળ નોંધાયો ગુનો, જુઓ Video
આણંદ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંકલાવની સરકારી સ્કૂલમાં શિક્ષકે જ બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યુ છે. બે વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતા હોબાળો થયો હતો.

આણંદની સરકારી શાળાના શિક્ષક કિરણ વાળંદ નામના શિક્ષક પર વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. બે વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કર્યા બાદ વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલમાં જઈ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ શિક્ષકને આંકલાવ પોલીસને સોંપ્યો હતો. જે પછી શિક્ષક વિરુદ્ધ પોક્સો એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો- ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન, AAP 2 બેઠકો પર લડશે લોકસભા ચૂંટણી,જુઓ Video
શિક્ષકે 15-20 દિવસ પહેલા વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા હતા. એકાએક વિદ્યાર્થિનીઓએ સ્કૂલે જવાનું ટાળતા પરિવારને શંકા ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ માતાને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હવે લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી કડક પગલાં ભરવા વાલીઓએ માગ કરી છે.