Lok Sabha Election 2024 : દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ, સુરેન્દ્રનગરમાં બોલ્યા PM મોદી-VIDEO
વડાપ્રધાને સુરેન્દ્રનગમાં ભાષણ દરમિયાન કહ્યુ કે, જ્યારે દિલ્હી ગયો ત્યારે 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જે પછી આખી પરિસ્થિતિ મે બદલી. 10 વર્ષમાં એક પણ ગોટાળાની ખબર નથી આવી.
લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસારની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદીએ આણંદમાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધન કર્યુ. તેમણે કહ્યુ કે મારી શાસકીય કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઇ હતી. પહેલી વાર ધારાસભ્ય રાજકોટમાંથી જ બન્યો હતો. આ ગુજરાતે મારુ એવુ પાકુ ઘડતર કર્યુ કે, ક્યાંક કાચો નથી પડતો. જો કે તેનું કારણ તમારા આશીર્વાદ છે.
વડાપ્રધાને આ દરમિયાન કહ્યુ કે, જ્યારે દિલ્હી ગયો ત્યારે 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જે પછી આખી પરિસ્થિતિ મે બદલી. 10 વર્ષમાં એક પણ ગોટાળાની ખબર નથી આવી. કોરોના સમયે જ્યારે મોટા મોટા દેશની અર્થ વ્યવસ્થા હલી ગઇ. ભારત જ એક એકલો એવો દેશ હતો કે મજબૂતી પર હતો.
વડાપ્રધાને કહ્યુ કે- હારની હતાશાથી કોંગ્રેસે દેશ અને સમાજના ભાગલાનું અભિયાન તેજ કર્યુ છે. દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ. કોંગ્રેસવાળાઓએ વોટ બેંક માટે અયોધ્યા રામ મંદિરનું કામ અટકાવી રાખ્યુ. જો કે હવે અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિરનું કામ પૂર્ણ થયુ છે.