ખેડા : ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબતાં મોત, વિદ્યાર્થીઓનું ગ્રૂપ કરી રહ્યું હતું ધૂળેટીની ઉજવણી
તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ ધૂળેટીની ઉજવણી કરવા વડતાલ આવ્યું હતું. તેમાંથી 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા પડ્યા તે સમયે પગ લપસતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા.
મળતી માહિતી અનુસાર, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
Latest Videos