Valsad Rain : આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ, જુઓ Video
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ભરઉનાળે વલસાડમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.વલસાડ શહેર અને આસપાસના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.વરસાદ થતા લોકોને ગરમીથી તો ચોક્કર રાહત તો મળી જ છે પણ વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.
લગ્નગાળો હોવાથી વલસાડમાં પણ ઘણા લગ્ન પ્રસંગ છે. ધરમપુર તાલુકા ખાતે કમોસમી વરસાદના કારણે ઘણાં લગ્નમાં વિઘ્ન આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે ઘણાં લગ્ન મંડપ ખરાબ થયા છે. તો બીજી તરફ કેરીની ખેતી ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Latest Videos