વીડિયો : ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે : SP મયુર ચાવડા

વીડિયો : ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે : SP મયુર ચાવડા

| Updated on: May 06, 2024 | 4:21 PM

ભરૂચમાં ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા , આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના 2800 કરતા વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ખડેપગે રહેશે.

ભરૂચ એક સંવેદનશીલ નગર છે. વસાવા Vs વસાવાના ખેલમાં ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા , આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના 2800 કરતા વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ખડેપગે રહેશે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરુ કરાવી દીધી હતી. પોલીસે 50 કરતા વધુ લોકો સામે પાસ અને 116 લોકો સામે તડિપારની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બિનહિસાબી 27 લાખ રૂપિયા ઝડપી પાડી તેને સીઝ કર્યા છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહિ.

પોલીસે આચારસંહિતા દરમિયાન કરેલી કામગીરી આ મુજબ રહી હતી

આ પણ વાંચો : ભરૂચ : નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક, જાણો તેની વિશેષતા વીડિયો સાથે

 

 

g clip-path="url(#clip0_868_265)">