ગુલાબસિંહ પર અમને વિશ્વાસ નથી, તેઓ ચૂંટણી જીતીને કરી શકે છે પક્ષપલટો : પંચમહાલ કોંગ્રેસના કાર્યકરો
કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે ગુલાબસિંહ ચૌહાણ પહેલાથી પક્ષ પલટા માટે જાણીતા છે, તેઓએ અગાઉ પણ પક્ષનું નાક દબાવીને પોતાની રાજકીય મહેચ્છાઓ પૂર્ણ કરી ચૂક્યા છે. ત્યારે કાર્યકરોએ કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ ગુલાબસિંહ ચૌહાણને બદલે સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવાની રજૂઆત કરી છે.
પંચમહાલના કોંગ્રેસના કાર્યકરોને પક્ષના જ લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ પર વિશ્વાસ નથી. કાર્યકરોને ડર છે કે, ગુલાબસિંહ ચૂંટણી જીતીને પક્ષપલટો કરી શકે છે. આ ડર તેમને સતાવી રહ્યો છે જેના પગલે કોંગ્રેસના કાર્યકરોએ ગુલાબસિંહ વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. ગોધરામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.

Latest Videos