હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં ગરમી મચાવશે કહેર, 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં ગરમી મચાવશે કહેર, 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 10:42 PM

રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં હજૂ પણ ગરમી કહેર મચાવશે. રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાશે.

g clip-path="url(#clip0_868_265)">