મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી, જુઓ

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી, જુઓ

| Updated on: May 08, 2024 | 6:53 PM

લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ એક કારમાં આવેલા ત્રણેક શખ્શોએ હિંમતનગર હાઈવે પર ચંચળબાનગર પાસે એક દિવ્યાંગ મહિલા પાસેથી સોનાના ઘરેણાં ઝૂંટવી લીધા હતા. કારમાં આવેલા શખ્શો સોનાના ઘરેણાં લૂંટી લઈને ભાગી છૂટ્યા હતા. પ્રાંતિજ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજમાં લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ એક કારમાં આવેલા ત્રણેક શખ્શોએ હિંમતનગર હાઈવે પર ચંચળબાનગર પાસે એક દિવ્યાંગ મહિલા પાસેથી સોનાના ઘરેણાં ઝૂંટવી લીધા હતા. કારમાં આવેલા શખ્શો સોનાના ઘરેણાં લૂંટી લઈને ભાગી છૂટ્યા હતા. પ્રાંતિજ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

દિવ્યાંગ મહિલા ચંચળબાનગર વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિર પાછળ ખેતર નજીક એક ઝાડ નિચે છાંયડામાં બેઠેલી હતી. આ દરમિયાન ત્રણેક અજાણ્યા શખ્શો કારમાં તેની પાસે આવી પહોંચ્યાં હતા. જ્યાં તેની નજીક આવીને એકલ દોકલ દિવ્યાંગ મહિલાને પકડીને તેના કાનમાં પહેરેલ સોનાની 6 જેટલી વેઢલીઓને ઝૂંટવી લીધી હતી. જેી બજાર કિંમત 1.67 લાખ રુપિયા માનવામાં આવે છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 08, 2024 06:41 PM
g clip-path="url(#clip0_868_265)">